Wednesday, April 25, 2007

યોગીચરિતમ્ - ૭૪

યોગીચરિતમ્ - ૭૪
ગોંડલ, તા. ૨-૪-'૬૧ આ લખનૌવાસી ભાઈ પોતાને ઘેર જઈ રહ્યા હતા. તેમને આશીર્વાદપત્ર લખી આપવા જશભાઈ સ્વામીશ્રી પાસે કાગળ લઈને આવ્યા ત્યારે સ્વામીશ્રીએ તેમને સહસા પૂછ્યું કે 'શેમાં લખી દઉં ? અંગ્રેજીમાં કે ગુજરાતીમાં ?''અંગ્રેજીમાં.'સ્વામીશ્રીએ થોડીવારમાં આશીર્વાદપત્ર લખી જશભાઈના (ઝારોળાના) હાથમાં મૂક્યો. પત્ર ગુજરાતીમાં લખ્યો હતો તે જોઈ એમણે સ્વામીશ્રીને પૂછ્યું : 'અંગ્રેજીમાં કેમ ન લખ્યું ?''આ જ આપણું અંગ્રેજી !' સ્વામીશ્રી મરમાળુ હસી પડ્યા. એમને માટે ભાષાનું કોઈ બંધન નથી, હૃદયની વાણી ને આંખની અમીદૃષ્ટિની ભાષાથી જે જગતના જીવોની સાથે બોલે છે ને લખે છે ! આવો જ મરમ એમના હાસ્યમાં કદાચ સમાયેલો હશે !
- સાધુ ઈશ્વરચરણદાસ

યોગીચરિતમ્ - ૭૩

યોગીચરિતમ્ - ૭૩
ગોંડલ, તા. ૧-૪-'૬૧ એક મુમુક્ષુ લખનૌથી સ્વામીશ્રીની ખ્યાતિ સાંભળી દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શનથી ખૂબ પ્રભાવિત થઈ તેમણે પોતાની માતૃભાષા હિંદીમાં સ્વામીશ્રીને સંબોધીને એક સ્તુતિ-કાવ્ય બનાવ્યું હતું. ખૂબ ભાવથી એમણે તે કાવ્ય સ્વામીશ્રી સમક્ષ ગાયું. કાવ્ય પૂરું થયું કે તરત સ્વામીશ્રીએ તેમને ધીરગંભીર સ્વરે કહ્યું, 'હવે કીર્તન બનાના તો (અમને) ભગવાન નહિ લખના, સદ્‌ગુરુ લખના એમાં શાસ્ત્રનો બાધ આવે છે. બધા અમને ભગવાન ઠોકી બેસાડે છે. અમારે તો ભગવાન થાવું નથી. ભગવાન એક સ્વામિનારાયણ છે અને અનાદિબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તેમને રહેવાનું ધામ છે. સંતમાં ભગવાન રહ્યા તેમ લખના. આ તો તમે નવા એટલે તમને કહેવું પડે...'એક નવી જ વ્યક્તિ, વળી પરદેશી, જેને આપણા સંપ્રદાયના તત્ત્વજ્ઞાન કે પ્રણાલી વિષે લેશમાત્ર સમજ નથી, જે સ્વામીશ્રીની પ્રતિભામાં અંજાઈ ભાવવિભોર હૃદયે પોતાની ઊર્મિઓને વાચા આપવા નમ્રભાવે એક કૃતિ તૈયાર કરે છે, તેને પણ સ્વામીશ્રી કેવા નિર્દોષ ભાવે સ્ષપ્ટતા કરતાં સાચી વાત સમજાવે છે. કેવી નિખાલસતા ! પોતાના ઇષ્ટદેવ પ્રત્યે કેવો દાસત્વભાવ -સ્વામીસેવકભાવ !
- સાધુ ઈશ્વરચરણદાસ

Monday, April 23, 2007

Divine inspiration (36) -God Looks After Everyone

Divine inspiration (36) -God Looks After Everyone: "God Looks After Everyone
Kanubhai Amin, a devotee from Mumbai, brought his mentally chal- lenged son, Samir, to be blessed by Swamishri. Then he expressed his anxiety, 'Swami, my son does not even know whose puja he does and who Swaminarayan is. How will he be redeemed?'
'It will be done. Since he was born in your home, he will be redeemed,' Swamishri assured.
Then Kanubhai expressed his frustration, 'This son of mine is like Jad Bharat (insensitive).'
'That's good. You can worship God without any hassle,' Swamishri replied.
'But what will happen to him when my wife and I die?' Kanubhai asked.
'You should not think of that. God is looking after him now and will care for him afterwards. It is He who looks after everyone.'
Swamishri reassured the devotee that God is the sustainer of all life."

યોગીચરિતમ્ - ૭૨

યોગીચરિતમ્ - ૭૨
ગોંડલ, ૨૯-૩-'૬૧ સ્વામીશ્રી અહીં બિરાજતા તેથી ઘણા હરિભક્તો આવતા-જતા. મંદિરમાં ભીડ ઘણી રહેતી. એમાં એક છોકરાએ કંઈ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો અને તે પકડાઈ ગયો. એટલે કેટલાક એને મારપીટ કરવા જતા હતા. એટલામાં તે સ્વામીશ્રીના ઓરડામાં દોડી ગયો અને કરગરવા લાગ્યો. જાણે કંઈ બન્યું જ નથી એવા દયાભાવથી સ્વામીશ્રી એને સાંત્વન આપવા લાગ્યા. એટલીવારમાં એની પાછળ બીજા પણ કેટલાક ભાઈઓ દોડી આવ્યા અને સ્વામીશ્રીને ફરિયાદ કરી. સ્વામીશ્રીએ તો એમને ખાસ સાંભળ્યા પણ નહિ અને તે ચોરીના આરોપવાળા છોકરાને પાસે બોલાવી, ઘેર જવાની રજા આપી. ઘરે સૌને જય શ્રી સ્વામિનારાયણ કહેવા ભલામણ કરી અને સાથે બે માણસ સ્ટેશને વળાવવા મોકલી તેને ટિકિટ પણ કઢાવી આપી. સમાજના આવાં દોષિત પાત્રો તરફ પણ સ્વામીશ્રી કેવી કરુણાદૃષ્ટિ રાખતા, સહેજ પણ તરછોડ્યા વગર એમનો પક્ષ રાખતા, એનું અદ્‌ભુત દર્શન સૌને થયું.
- સાધુ ઈશ્વરચરણદાસ

Wednesday, April 18, 2007

Lets share news for India

Lets share news for rural india and input every one's thought. India is always Great and will remain Great. The knowledge India has which will never fade. Since eight hundred years all invedors came and went away without affecting faith and religious belife of Indian people.